ઉજ્વલા યોજનાના ગામડે –ગામડે કેમ્પ કરી ગેસ કીટ વિતરણનું કામ
ઉજાલા યોજના ના ગામડે – ગામડે કેમ્પ કરી લાભાર્થીઓને એલ.ઈ.ડી.વિતરણનું કામ
અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સૌ પ્રથમ પેજ પ્રમુખની 15000 ઉપર લેમીનેશન શીટ બનાવી જીલ્લાના દરેક પેજ પ્રમુખને કાર્ડ આપવાનું કામ
આંગણવાડીના બાળકોને કઠોણ વિતરણનું કામ
અત્યાર સુધીમાં કુલ 2547 દિકરીઓના સર્વજ્ઞાતિ સમુહ લગ્ન કરાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરુ પાડવાનો નમ્ર પ્રયત્ન કરેલ છે.
રાજકીય તેમજ સામાજીક પ્રવૃત્તિ
“કારગીલ યુદ્ધ” – વખતે શહીદ વિર દિલીપસિંહના વતન ટીકર ગામ ખાતે રક્ત-તિલક થી 100 (સો) યુવાનોને દેશ રક્ષા ખાતર શહીદી માટે તૈયાર કરવાનો ભાવભીનો પ્રતિજ્ઞા કાર્યક્રમ કરવામાં આવેલ.
“અટલ ક્રાંતિ” – સંમેલનમાં 25000 યુવાનો સાથે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાના, જીલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષા સહિત ગ્રામ કક્ષાના કાર્યકર્તાઓ સાથે કદમ થી કદમ મિલાવી ઉત્સાહ પૂર્વક કાર્યક્રમો કરેલ છે. જેની ઉંચી સફળતા સંગઠન માટે ખૂબ ઉપયોગી નીવડેલ છે.
“આતંકવાદ વિરોધ જનજાગરણ યાત્રા” – સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લાના યુવાનો સાથે રાખીને યાત્રાઓ કરવામાં આવી, જેમાં 250 (બસો પચ્ચાસ) ગ્રામસભાઓ કરી જાગૃતિનું કાર્ય કરેલ. જે અંતર્ગત જીલ્લા તથા તાલુકાના આગેવાનોને ભેળવીને સફળતાપૂર્વક સંગઠનનું કામ કરેલ.
“ડો. શ્યામપ્રસાદ મુખરજી શહીદ દીન” – આ કાર્યક્રમ અંતર્ગત સળંગ પાંચ વર્ષ સુધી દરેક વૃક્ષારોપણ કાર્યક્રમો દરેક મંડળ દ્વારા સફળતાપૂર્વક પાર પાડેલ
“ચાલો સોમનાથ” – “શ્રી સરદાર પટેલ” જન્મ જયંતિ નિમિત્તે યાત્રાધામ સોમનાથ મુકામે સુરેન્દ્રનગર જીલ્લાના 1000 (એક હજાર) યુવાનો દ્વારા “મોટર સાયકલ રેલી” દ્વારા 1000 કિ.મી.નો પ્રવાસ કરાવી જીલ્લામાં યુવા સંગઠનની મજબુતાઈમાં વધારો કરેલ.
એ.બી.વી.પી – અખિયલ ભારતીય વિદ્યાર્થી અધિવેનશ અમદાવાદના કાર્યક્રમમાં યુવા કાર્યકરો સાથે રાખી તેમના રસોડા કાર્યક્રમ સફળતાપૂર્વક કરી વિદ્યાર્થીઓને જાગૃત કરે
“મનોગત” – પાક્ષિકના સમગ્ર રાજ્યમાંથી સૌથી વધારે સભ્યો સુરેન્દ્રનગર જીલ્લાના બનાવ્યા અને પ્રદેશ પ્રમુખશ્રી ના હસ્તે સન્માનીત થયેલ.
વાવાઝોડા દરમ્યાન ખારાઘોડા, ટીકર, ઝીંઝુવાડા, વગેરે વિસ્તારમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા મફત કપડા, વાસણ, ઘરવખરીની ચીજોની કીટનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવેલ.
સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામાં તથા રાધનપુર થી વિરમગામ વચ્ચેના વિસ્તારમાં જીરૂં પકવતા ખેડુતોના પ્રાણ પ્રશ્ન ચારણા પધ્ધતિ તથા કમિશન પ્રથા શ્રી કેશુભાઈ પટેલની સરકારમાં દુર કરાવી સ્થાનિક ધારાસભ્યો -સંસદસભ્યોની આગેવાની નીચે સમગ્ર યુવામોરચો પ્રશંસાને પાત્ર બનાવેલ
સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામાં તથા વિરમગામ થી રાધનપુરની વચ્ચે જીરૂં પકવતા ખેડુતોને પડતા વીજળીના પ્રશ્નો હલ કરીને 7.66 કે.વી. સબસ્ટેશનો (જખવાડા, કમાલપુર, વણોદ, વડગામ, ભડાદા, મુજપુર, હાસંલપુર) મંજુર કરાવી યુવાન ખેડુતોની ટીમ બનાવી સમગ્ર વિસ્તારના લો વોલ્ટેજનો પ્રશ્ન હલ કરીને સમગ્ર ટીમ પ્રશઁસાને પાત્ર બનાવેલ.
કુદરતી આપત્તિ “ભૂકંપ”દરમ્યાન યુવા કાર્યકર્તાઓની ટીમ તથા તેમના ટ્રેકટરો દ્વારા “વડગામ, આદરીયાણા, રોઝવા, ઝાડીયાણા” જેવા ગામોમાં ધ્વસ્ત થયેલા મકાનોના કાટમાળ હટાવવાની તથા વૈભવ લક્ષ્મી કોટન સેલ સંચાલિત ભોજન વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સતત 20 દિવસ સુધી સંપન્ન કરેલ.
ભૂકંપ દરમ્યાન ભા.જ.પ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ “કારસેવા”માં વડગામ ગામે ધ્વસ્ત થયેલ મકાનો ઉભા કરવામાં શારીરીક અને આર્થિક મદદ કરેલ તથા સમગ્ર યુવા મોરચાની ટીમ કામે લગાવવામાં આવેલ.
યુવા મોરચાના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન બધા જ મંડળ એકમોમાં વધારેમાં વધારે યુવાનો પક્ષમાં જોડવાનું સફળ કામગીરી કરેલ અને પરિણામે તા.પં.- જી.પં. તથા ગ્રામ પંચાયતમાં વધારે પ્રમાણમાં યુવાનો ભા.જ.પ.માંથી ચુંટાયેલા.
આ તમામ પ્રવૃત્તિઓ ઉપરાંત તાલુક-જીલ્લા કક્ષાના નેત્ર ચિકિત્સા શિબિર, ખેડુત સભાઓ અને મફત રોગ નિદાન કેમ્પ જેવા કાર્યક્રમો સ્થાનિક કાર્યક્રમો દ્વારા સફળતાપૂર્વક જવાબદારીથી કરેલ.